1. | Hostel room allotment will be done by the Rector. |
૧. | હોસ્ટેલ રૂમની ફાળવણી રેક્ટર દ્વારા કરવામાં આવશે. |
2. | Students must occupy the rooms allotted to them and should not exchange room. |
૨. | વિદ્યાર્થીએ ફાળવેલ રૂમમાં જ રહેવું પડશે તેમજ રૂમની અદલાબદલી થઈ શકશે નહીં. |
3. | Rector, without assigning any reason, may shift student from one room to another. |
૩. | રેક્ટર કોઈપણ કારણ આપ્યા સિવાય વિદ્યાર્થીને એક રૂમમાંથી અન્ય રૂમમાં સ્થળાંતર કરી શકશે. |
4. | Students will not be allowed to vacate the hostel in the middle of the academic semester. If they have to leave the hostel under unavoidable circumstances their parents should submit the letter to the Rector personally. The hostel fees will not be refunded. Only hostel deposit money will be refunded at the end of the semester. |
૪. | વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની મધ્યમાં હોસ્ટેલ ખાલી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તેઓને અનિવાર્ય સંજોગો હેઠળ હોસ્ટેલ છોડવી હોય તો વાલીએ રેક્ટરને રૂબરૂમાં પત્ર લખી જાણ કરવી. હોસ્ટેલ ફી પરત મળશે નહીં. ફક્ત હોસ્ટેલ બાહેંધરી અનામત સત્રનાં અંતે પરત મળશે. |
5. | The student should surrender their room and return all items/furniture issued to him in good condition to the Rector and should get no due certificate at the time of vacating the Hostel. |
૫. | હોસ્ટેલ ખાલી કરતાં સમયે વિદ્યાર્થીએ તેમના રૂમની સોંપણી તથા તેમને આપવામાં આવેલ વસ્તુઓ/ફર્નિચર સારી પરિસ્થિતિમાં રેક્ટરને પરત કરી નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. |
6. | Student have to apply for admission to hostel on each semester. |
૬. | વિદ્યાર્થીએ હોસ્ટેલ પ્રવેશ માટેની અરજી દરેક સેમેસ્ટરે કરવાની રહેશે. |
7. | Parents/Guests will not be allowed to stay in the hostel during the night. |
૭. | વાલી/મહેમાનોને રાત્રિ દરમ્યાન હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. |
8. | Hostel identity cards will be issued to the student. The student should produce their identity cards on demand. |
૮. | વિદ્યાર્થીને હોસ્ટેલ ઓળખ પત્ર આપવામાં આવશે. વિદ્યાર્થી પાસે ઓળખ પત્ર જ્યારે માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે. |
9. | Students are advised not to keep expensive jewellery, big amounts of cash or any other valuables in their rooms, institute will not responsible for that. |
૯. | વિદ્યાર્થીઓને રૂમમાં મોંઘા ઘરેણાં, રોકડ રકમ કે અન્ય કીમતી ચીજવસ્તુઓ ન રાખવા સલાહ આપવામાં આવે છે, જેની જવાબદારી સંસ્થાની રહેતી નથી. |
10. | The students should lock their rooms including doors & windows whenever they go out of their rooms and are advised to keep their belongings under lock & key to avoid thefts. |
૧૦. | વિદ્યાર્થીઓએ દરવાજા અને બારીઓ સહિત રૂમને તાળું/લોક કરી રૂમની બહાર જવું તથા ચોરી ટાળવા માટે તેમના સામાનને લોક/તાળું રાખવા સલાહ આપવામાં આવે છે. |
11. | The Hostel management is not responsible for any loss of property or valuables left in the rooms due to student’s negligence, though the management provides adequate security. No police complaint will be lodged by the student before taking prior permission from the Rector/Principal. |
૧૧. | હોસ્ટેલ મેનેજમેન્ટ વિદ્યાર્થીની બેદરકારીના કારણે મિલકત કે કીમતી ચીજવસ્તુઓને થયેલ નુકશાન માટે જવાબદાર રહેશે નહીં, છતાં મેનેજમેન્ટ પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડશે. રેક્ટર/આચાર્યશ્રીની પરવાનગી વગર વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદ દાખલ કરવી નહીં. |
12. | While leaving the room students are informed to switch off all the switches inside the room. |
૧૨. | વિદ્યાર્થીએ રૂમ છોડતા પહેલા રૂમની અંદરની બધી સ્વિચો બંધ કરવા જણાવવામાં આવે છે. |
13. | Students are not permitted to remove the electric gadgets like bulbs, tubes, fans and holders from the rooms, hostel lobby or from any other part of the Hostel. |
૧૩. | વિદ્યાર્થીને રૂમ, હોસ્ટેલ લોબી કે હોસ્ટેલનાં અન્ય કોઈ ભાગમાંથી ઇલેક્ટ્રીક ગેજેટ જેવા કે બલ્બ, ટ્યૂબલાઇટ, પંખા કે હોલ્ડર નીકાળવાની પરવાનગી નથી. |
14. | The students are strictly forbidden to use electrical appliances like Electric Stove, Tape recorders, VCR/VCD, Water Heater, Iron Box, Cooler, AC etc. A Penalty shall be charged to defaulters. |
૧૪. | વિદ્યાર્થી દ્વારા ઇલેક્ટ્રીક ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રીક સ્ટવ, ટેપ રેકોર્ડર, VCR/VCD, વોટર હીટર, ઇસ્ત્રી, કૂલર, AC ના ઉપયોગ પર પ્રતિબંધ છે. કસૂરવાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. |
15. | The students are also strictly forbidden to use gas stove/cylinder. A Penalty shall be charged to defaulters. |
૧૫. | વિદ્યાર્થી દ્વારા ગેસ સ્ટવ/સિલિન્ડરનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. કસૂરવાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. |
16. | Furniture provided by the hostel should not be removed out of the rooms or exchanged. |
૧૬. | હોસ્ટેલ દ્વારા પૂરી પાડવામાં આવેલ ફર્નિચર રૂમની બહાર કાઢવો નહીં તેમજ અદલાબદલી કરવી નહીં. |
17. | The students are strictly prohibited from writing and sticking posters & pictures on the walls, windows, doors, tables, chairs, cots of the rooms, bathroom, toilets or any other part of the hostel. This matter will be seriously dealt with. |
૧૭. | વિદ્યાર્થીઓને રૂમ, બાથરૂમ, શૌચાલયની દીવાલ, બારી, દરવાજા, ટેબલ, ખુરશી, પલંગ/કોટ કે હોસ્ટેલનાં અન્ય કોઈ ભાગમાં લખાણ કે પોસ્ટર અને ચિત્રો ચોંટાડવાની મનાઈ છે. આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે. |
18. | The students should always keep the room, bathroom and toilets clean. Use dustbin for wastage/garbage. |
૧૮. | વિદ્યાર્થીઓએ હંમેશા રૂમ, બાથરૂમ અને શૌચાલયને સ્વચ્છ રાખવા. કચરો કચરાપેટીમાં જ નાખવો. |
19. | Students are not permitted to keep dangerous weapons or instruments in their rooms or any other part of the Hostel. |
૧૯. | વિદ્યાર્થીઓને તેમના રૂમ કે હોસ્ટેલના અન્ય કોઈ ભાગમાં ખતરનાક શસ્ત્રો કે સાધનો રાખવાની મનાઈ છે. |
20. | Student should also not damage the hostel building or any of the furniture & fittings in them. |
૨૦. | વિદ્યાર્થીએ હોસ્ટેલ બિલ્ડિંગ કે અન્ય કોઈ ફર્નિચર કે તેના ફીટીંગને નુકશાન પહોંચાડવું નહીં. |
21. | Smoking, Consuming liquor/drugs, gambling in the hostel premises are strictly prohibited. |
૨૧. | હોસ્ટેલના સંકુલમાં ધૂમ્રપાન, દારૂ/ડ્રગ્સ પીવાની, જુગાર રમવાની સખત મનાઈ છે. |
22. | For offences like thefts, misbehavior, disobedience to the hostel authorities and possession of liquor/drugs student will be expelled from the hostel. |
૨૨. | ચોરી, ગેરવર્તન, હોસ્ટેલ સત્તાધિકારીઓની આજ્ઞાભંગ અને દારૂ/ડ્રગ્સ જપ્ત થવા જેવા ગુનાઓ માટે વિદ્યાર્થીની હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવશે. |
23. | Students are not permitted to arrange any function or meeting within the hostel or college campus without the prior permission from the Rector/Principal. |
૨૩. | વિદ્યાર્થીઓએ રેકટર/આચાર્યશ્રીની પૂર્વ પરવાનગી વગર હોસ્ટેલ કે કોલેજ સંકુલમાં કોઈ કાર્યક્રમ/સમારોહ કે સભા ગોઠવવાની પરવાનગી નથી. |
24. | No student shall indulge in politics, violence, rioting, instigate communal feelings or have dealings with outside organizations inside the campus. |
૨૪. | વિદ્યાર્થીએ સંકુલમાં રાજકારણ, હિંસા, રમખાણો, કોમી લાગણીઓની ઉશ્કેરણી કે બહારની સંસ્થાઓ સાથે વ્યવહાર રાખવો નહીં. |
25. | Religious gatherings, prayer meetings, bhajans, etc. are not permitted in and around the hostel campus. |
૨૫. | હોસ્ટેલમાં કે તેની આસપાસ ધાર્મિક મેળાવડો, પ્રાર્થના સભાઓ, ભજનો વગેરે કરવાની પરવાનગી નથી. |
26. | If student wish to go home, they should submit the hostel leave letter (in the prescribed format) at least two days before to the Rector. |
૨૬. | જો વિદ્યાર્થી ઘરે જવા ઇચ્છતો હોય તો તેણે ઓછામાં ઓછા બે દિવસ પહેલા હોસ્ટેલ રજા પત્ર (નિયત નમૂનામાં) રેકટરને જમા કરવવાનો રહેશે. |
27. | Cases of illness and disease should be informed immediately to the Rector. |
૨૭. | માંદગી અને રોગના કિસ્સાઓમાં રેકટરને તરત જ જાણ કરવી. |
28. | Ragging is strictly prohibited and action as per Government Orders and College Rules will be taken against those who involve in ragging. |
૨૮. | રેગીંગની સખત મનાઈ છે તથા રેગીંગમાં સામેલ સામે સરકારી હુકમો અને કોલેજનાં નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. |
29. | Misconduct or infringement of rules & regulations and activities which are harmful to the reputation of the institution will make a student liable for disciplinary action and even expulsion from the hostel & the college. |
૨૯. | ગેરવર્તણૂક, નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન અને સંસ્થાની પ્રતિષ્ઠાને નુકશાન કરતી પ્રવુત્તિઓ વિદ્યાર્થીને શિસ્તભંગ માટે તેમજ હોસ્ટેલ અને કોલેજમાંથી હકાલપટ્ટી માટે જવાબદાર રહેશે. |
30. | If the Principal as a disciplinary action suspends a student from the college, he will be automatically suspended from the hostel also. |
૩૦. | આચાર્યશ્રી વિદ્યાર્થીને શિસ્તભંગ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરશે તો તે આપોઆપ હોસ્ટેલમાંથી પણ સસ્પેન્ડ થઈ જશે. |
31. | The Rector has full powers to take any action or punishment in the form of fine, suspension or expulsion from the hostel. |
૩૧. | રેક્ટર દંડ, સસ્પેન્શન અથવા હોસ્ટેલમાંથી હકાલપટ્ટી સ્વરૂપે કોઈપણ પગલાં કે સજા આપવા માટે સંપૂર્ણ સત્તા ધરાવે છે. |
32. | Students are forbidden to sound/noise pollution. |
૩૨. | વિદ્યાર્થીઓએ અવાજ/ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદુષણ કરવાની મનાઈ છે. |
33. | Female visitors are not allowed in the hostel. |
33. | હોસ્ટેલમાં મહિલા મુલાકાતીઓને મંજૂરી નથી. |
34. | Student must present in his room by 10:00 PM, after that student will not get entry into hostel. |
34. | વિદ્યાર્થીએ રાત્રે મોડામાં મોડા ૧0:૦૦ વાગે પોતાનાં રૂમમાં હાજર થઈ જવાનું રહેશે, ત્યારબાદ વિદ્યાર્થીને હોસ્ટેલમાં પ્રવેશ મળશે નહીં. |
35. | Students are allowed to use room light until 11:00 PM. |
૩૫. | વિદ્યાર્થીએ રૂમ લાઇટનો વપરાશ રાત્રીનાં ૧૧:૦૦ વાગ્યા સુધી જ કરવાનો રહેશે. |
36. | In the interpretation of the hostel rules and regulations, Rector’s / Principal’s decision will be final. |
૩૬. | હોસ્ટેલનાં નિયમો અને કાયદાઓનાં અર્થઘટન માટે રેક્ટર/આચાર્યશ્રીનો નિર્ણય અંતિમ રહેશે. |
37. | Apart from the above rules, other rules and regulations framed by the Hostel Administrative Committee from time to time should also be followed strictly. |
૩૭. | ઉપરનાં નિયમો ઉપરાંત, હોસ્ટેલ વહીવટી સમિતિ દ્વારા સમય સમયે ઘડવામાં આવતા નિયમો અને કાયદાઓનું પણ સખતપણે પાલન કરવાનું રહેશે. |